Akshay Kumar and Rohit Shetty: હાલ અભિનેતાની એક પછી એક ફિલ્મોની માહિતી મળી રહી છે. હાલમાં જ તેની આગામી ફિલ્મ વેલકમ 3 અને હાઉસફુલ 5 ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે તેની વધુ એક ફિલ્મને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ફિલ્મ સૂર્યવંશીની સફળતા બાદ ફરી એકવાર અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી સાથે કામ કરવા માટે તૈયાર છે. બંને મોહિત સૂરી નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ માટે સાથે આવ્યા છે.
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, અક્ષય કુમારે રોહિત શેટ્ટીના આગામી પ્રોડક્શન માટે મંજૂરી આપી દીધી છે, જેનું નિર્દેશન મોહિત સૂરી કરશે. આ એક એજ-ઓફ-ધી-સીટ એક્શન થ્રિલર હશે અને તેમાં અક્ષય અગાઉ ક્યારેય ન જોવા મળેલ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં મજબૂત સ્ટાર કાસ્ટ હશે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, 'રોહિત શેટ્ટી આવનાર સમયમાં ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરવાની યોજના બનાવી રહ્યો છે, તેમાં આ પહેલી ફિલ્મ હશે. જ્યારે તમામ નરેશન અને પેપરવર્ક થઈ ગયું છે, ત્યારે ટીમ હવે શૂટિંગ શેડ્યૂલ પર કામ કરી રહી છે. ફિલ્મની શૂટિંગ વર્ષ 2024 ની શરૂઆતમાં શરૂ થવાની સંભાવના છે.'
રોહિત શેટ્ટીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ડાયરેક્ટ હાલમાં જ તેની આગામી ફિલ્મ 'સિંઘમ અગેઈન'નું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. કોપ યૂનિવર્સની પાંચમી ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જેમાં તેની સાથે કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મમાં અર્જુન કપૂર અને જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે, અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ' 6 ઓક્ટોબરના રિલીઝ થવાની છે.