આજે એટલે કે 17મી સપ્ટેમ્બર 2023, રવિવાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે. હિંદુ કેલેન્ડર મુજબ, વિશ્વકર્મા પ્રાકટ્ય દિવસ દર વર્ષે કન્યા સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા કરવામાં આવે છે. દર વર્ષે બ્રહ્માંડના સૌથી મહાન અને અદ્ભુત શિલ્પકાર વિશ્વકર્માજીની આરાધનાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર, આર્કિટેક્ટ અને એન્જિનિયર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી, ત્યારે તેણે તેના નિર્માણની જવાબદારી ભગવાન વિશ્વકર્માને આપી હતી. શાસ્ત્રો અનુસાર ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્માના સાતમા પુત્ર છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્કર્મા એવા દેવ છે જે દરેક યુગમાં સર્જન અને નિર્ણયના દેવતા રહ્યા છે. વિશ્વકર્માજીને વાદ્યોના દેવતા પણ માનવામાં આવે છે. સમગ્ર બ્રહ્માંડમાં જે પણ સર્જનાત્મક છે તે ભગવાન વિષ્કર્માની ભેટ છે. આ કારણથી કોઈ પણ કાર્યના નિર્માણ અને સર્જન સાથે જોડાયેલા લોકો ભગવાન વિશ્વકર્માની પૂજા કરે છે.
વિશ્વનું નિર્માણ કરનારા દેવ શિલ્પી વિશ્વકર્માની પૂજાનો આજે દિવસ છે. તેમને શિલ્પકળા અને યંત્રોના દેવતા તરીકે માનવામાં આવે છે. તેમના વિશે એવું કહેવાય છે કે, તેઓ દેવતાઓ માટે મહેલ, અસ્ત્રશસ્ત્ર અને આભૂષણ બનાવવાનું કામ કરે છે, તેથી તેઓ દેવતાઓનાં પણ આદરણીય છે. આવો જાણીએ, શું છે વિશ્વકર્મા પૂજાનું મહત્ત્વ અને કેવી રીતે કરી શકાય.