સુરતના બારડોલીમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી કાવ્યાએ વર્લ્ડ રેકૉર્ડ બનાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
કાવ્યાએ સ્કેટિંગ નહીં પરંતુ તેનાથી પણ પડકારજનક 61 કિમી રિવર્સ સ્કેટિંગ કરીને ઇન્ટરનેશનલ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
અગાઉ રિવર્સ સ્કેટિંગનો આ રેકૉર્ડ નવ કલાકમાં 51 કિમીનો હતો.
કાવ્યાએ છ કલાકમાં 61 કિલોમીટરનું અંતર કાપી આ રેકૉર્ડ પાતાના નામે કર્યો છે.
કાવ્યા બે વર્ષનાં હતાં ત્યારથી જ તેમનાં માતાએ સ્કેટિંગની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી.
તેમની આ સફળતા પાછળ તેમના પરિવારનું પણ ખૂબ મોટું યોગદાન છે. કાવ્યનાં માતા-પિતા રોજ કાવ્યાને સ્કેટિંગની પ્રૅક્ટિસ માટે બારડોલીથી સુરત લઈ જાય છે.
કાવ્યાએ અત્યાર સુધીમાં 15 ટુર્નામેન્ટ રમી છે, તેમજ નૅશનલ લેવલ સહિત વિવિધ લેવલે 24 જેટલા મેડલ હાંસલ કર્યા છે.