હિન્દી દિવસ ભારતમાં 14 સપ્ટેમ્બરે 1953થી મનાવવામાં આવે છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ત્રીજા સ્થાને હિંદી ભાષા છે. પ્રથમ ક્રમ પર અંગ્રેજી ભાષા અને બીજા સ્થાન પર ચાઈનીઝ ભાષા આવે છે. ભારતની રાષ્ટ્રભાષા તરીકે પહેલી પસંદગી સંસ્કૃત ભાષાની થયેલી હતી. પરંતુ એનો વ્યાપ ખૂબ જ ઓછો હતો. ઘણાં ઓછાં લોકો આ ભાષા બોલતાં હતાં અને સમજતાં હતાં, લગભગ એક ટકા જેટલાં. કરવામાં આવેલ સર્વે અનુસાર ભારતમાં હિંદી ભાષા સમજનાર લોકો વધુ હતાં.
દુનિયામાં 60 કરોડ થી વધુ લોકો હિંદી ભાષા બોલે છે અને હિંદી ભાષા આપણી રાષ્ટ્રભાષા માનવામાં આવે છે કારણ કે તે ખુબ સરળ અને બધા ને આવાડતી હોય તેવી ભાષા છે જેથી દેશ મા ગમે ત્યાં જાવ ત્યાં વાત કરવામાં સરળતા રહે અને બધા ને સમજાય જાય તેવી ભાષા છે.
૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ બિયોહર રાજેન્દ્ર સિમ્હાના ૫૦મા જન્મદિવસે આ પ્રયાસોને પરિણામે હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી. આ નિર્ણયને ભારતના બંધારણે બહાલી આપી હતી. ભારતીય બંધારણની કલમ ૩૪૩ હેઠળ ભારતની ૨૨ અનુસૂચિત ભાષાઓમાંથી દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.
હિન્દી ભાષા વિશ્વની વિશેષ ભાષાઓમાંની એક છે. ભારતીય બંધારણની કલમ 343(1) મુજબ હિન્દી આપણા દેશની સત્તાવાર ભાષા છે. ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત 14 સપ્ટેમ્બર 1949ના રોજ સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં લોકોની ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. હિન્દી એકમાત્ર એવી ભાષા છે જે સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે લખવામાં, વાંચવામાં અને બોલવામાં આવે છે. હિન્દી ભાષા ભારતના લોકોની ભાષા રહી છે. આ ભાષાના મહત્વને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.
હિન્દી ભાષા આજે વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં હિન્દી બોલનારા અને સમજનારા લોકોની સંખ્યા 78 ટકા છે, જ્યારે દુનિયામાં 64 કરોડ લોકો હિન્દી ભાષા જાણે છે, સમજે છે અને બોલે છે.
હિન્દી દિવસ આખા અઠવાડિયા માટે ઉજવવામાં આવે છે જેને હિન્દી પખવાડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે શાળાઓથી લઈને કોલેજોમાં હિન્દીમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
1953 માં, ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સંસદમાં 14 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
હિન્દી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આ રીતે આવેલો છે. હિંદ અને હિન્દુ તે સંસ્કૃત શબ્દ સિંદઉનો અર્પભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોને સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે. કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં ખૂબ સમાનતા છે.
26 જાન્યુઆરી 1965ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. ચીની ભાષા પછી હિંદુ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે.
વિશ્વ હિન્દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્ય હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કેળવવાનો અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. વિદેશમાં ભારતીય એલચી કચેરીઓ દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિષયો પર હિન્દી ભાષામાં વ્યાખ્યાનો યોજીને હિન્દી ભાષાના વિકાસ અને પ્રચાર પર ભાર મુકવામાં આવે છે.