ફિલ્મ જવાનનું ડાઉનફોલ શરૂ થઈ ગયું
ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે
સમય સાથે ઘટવા લાગી છે ફિલ્મની કમાણી.
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના હતી. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ હતો જે હવે ધીરે ધીરે ઓછો થતો જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મનું ડાઉનફોલ શરૂ થઈ ગયું છે. જ્યારે ફિલ્મે બુધવારે રૂ. 23.2 કરોડની કમાણી કરી હતી, ત્યારે હવે તેણે ગુરુવારનું કલેક્શન કર્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, 'જવાન' ગુરુવારે રિલીઝના 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 387.78 કરોડ રૂપિયા થઈ જશે. ઉલ્લેખનીય છે કે, 'જવાન'ને રિલીઝ થયાને 8 દિવસ થઈ ગયા છે અને જો ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાની કમાણી કરે છે, તો તે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન હશે.
જવાન'એ રિલીઝના પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 53.23 કરોડનો બિઝનેસ કર્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 80.1 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડની કમાણી કરી શકે છે.
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એ ભારતમાં 8 દિવસમાં 387.78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, ત્યારે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ સામે આવ્યું છે. આ ફિલ્મે 7 દિવસમાં વિશ્વભરમાં 660.03 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેની રિલીઝ પછી ઘણા રેકોર્ડ તોડ્યા છે, જો કે સમય સાથે ફિલ્મની કમાણી ઘટવા લાગી છે.