એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં કુલ બાર મેડલ આવી ગયા છે. જેમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને છ કાંસ્ય પદકનો સમાવેશ થાય છે.
સોમવારે ભારતે બે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યા હતા. મેડલ ટેલીમાં 69 મેડલ સાથે ચીન પ્રથમ ક્રમે છે. જ્યારે ભારત પાંચમા ક્રમે છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન્સ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને આ મેડલ જીત્યો
ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. ભારતે શ્રીલંકાને 19 રનોથી હરાવી દીધું હતું.
ભારતીય ટીમે કુલ 117 રન કર્યા હતા પરંતુ શ્રીલંકાની ટીમ 97 રન જ કરી શકી હતી.
ભારતની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને 117નો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે શ્રીલંકાની ટીમની બેટિંગ શરૂઆતમાં જ નબળી પડી ગઈ હતી. બાદમાં હસિની પરેરાએ આક્રમક બેટિંગ કરી હતી. જેમિમા અને મંધાનાએ ભારત તરફથી સારી બેટિંગ કરીને ભારતને એક સારો સ્કોર અપાવ્યો હતો.
આમ હવે એશિયન ગેમ્સમાં ભારતના કુલ 2 ગોલ્ડ મેડલ થઈ ગયા છે.
એશિયન ગેમ્સ 2023માં ભારતે ગોલ્ડ મૅડલ જીતી લીધો હતો. 10 મીટર પુરુષ રાઇફલ ટીમને 1893.7 પોઇન્ટ હાંસિલ કરીને ગોલ્ડ જીત્યો હતો.
આ સિવાય પુરુષોની ફોર-રોઈંગ સ્પર્ધામાં ભારતે બ્રૉંઝ મૅડલ જીત્યો છે. જસવિંદર, ભીમ, પુનિત અને આશીષની ટીમે 6:10.81 સમયમાં જીત પ્રાપ્ત કરી લીધી.
આ ઉપરાંત ભારતે રોવિંગમાં બે સિલ્વર અને ત્રણ બ્રૉંઝ મૅડલ જીત્યા હતા.
મહિલા 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં ભારતની આશી ચોક્સી, મેહીલી ઘોષ અને રમીતાએ સિલ્વર મૅડલ મેળવ્યો છે. તો, રોવિંગમાં મૅન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સમાં ભારતના અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર હાંસિલ કર્યો.
રોવિંગમાં મૅન્સ પેરમાં બાબુલ લાલ યાદવ અને રેહ રામે બ્રૉંઝ મૅડલ જીત્યો હતો.
23 સપ્ટેમ્બરથી ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ છે.
આ એશિયન ગેમ્સ 8 ઑક્ટોબર સુધી ચાલશે.
પહેલા આ રમતોત્સવ 2022માં યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો.
આ વખતે એશિયન ગેમ્સમાં કુલ 40 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોની 61 પેટા રમતોને મેળવીને કુલ 481 સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે.
ગઈકાલે યોજાયેલા એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય હોકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને બૉક્સર લવલીના બોરગોહાઈએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
38 રમતોમાં ભારત તરફથી કુલ 634 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. ઍથ્લેટિક્સ સ્પર્ધાઓ માટેની ટીમ સૌથી મોટી છે જેમાં ભારત તરફથી કુલ 65 ખેલાડીઓને મોકલવામાં આવી રહ્યાં છે.