આ વખતે નવા અઠવાડિયાની શરૂઆત શારદીય નવરાત્રિમાં થઈ રહી છે. આ અઠવાડિયુ ધર્મની દ્રષ્ટિએ તો મહત્વપૂર્ણ છે જ સાથે જ જ્યોતિષની નજરે પણ મહત્વનું છે. 16 ઓક્ટોબરથી 22 ઓક્ટોબરનું આ અઠવાડિયુ મહત્વપૂર્ણ ગ્રહ-ગોચર અને દુર્લભ સંયોગનું સાક્ષી બનશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. અમુક રાશિના જાતકોને આ અઠવાડિયુ ખૂબ લાભ આપશે.
આ અઠવાડિયાની લકી રાશિઓ
કર્ક
આ અઠવાડિયુ તમારા માટે સફળતા લઈને આવી રહ્યુ છે. તમને ટૂંક સમયમાં જ મોટી સફળતા મળી શકે છે. કોઈ નવુ કામ શરૂ કરી શકો છે. જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે. પ્રગતિ મળશે. કોઈ પરિવર્તન થશે, જે તમને લાભ આપશે.
કન્યા
તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે. કાર્યક્ષેત્રમાં અધિકારી તમારા કામના વખાણ કરશે. તમારી શાન વધશે. પરિવારમાં પણ તમારુ સન્માન વધશે. સંતાન સંબંધી શુભ સમાચાર મળી શકે છે. ઘરમાં માંગલિક આયોજન થઈ શકે છે. ધન લાભ થશે.
તુલા
આ સમય તમારા માટે ખૂબ ખુશીઓ લઈને આવી રહ્યો છે. તમારી મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. વર્કપ્લેસ કે ઘરમાં કોઈ પરિવર્તન થઈ શકે છે, જે તમારા માટે શુભ ફળ આપશે. ધન મળશે. આવક વધશે. કિસ્મતનો ભરપૂર સાથ મળશે. તમે સકારાત્મકતાથી આગળ વધશો.
ધન
સિંગલ જાતકોને પાર્ટનર મળી શકે છે. તમારી સુંદરતા અને આકર્ષણ વધેલુ રહેશે. સ્થાન પરિવર્તન થઈ શકે છે. જે તમારા માટે લાભદાયી સાબિત થશે. ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે. તમારુ મન પ્રફુલ્લિત અને ઉત્સાહિત રહેશે. આર્થિક સ્થિતિ સારી થશે.
• મકર
આગામી સમય તમારા માટે શુભ સમાચાર લઈને આવી રહ્યો છે. તમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે, લાઈફ પાર્ટનર મળી શકે છે. તમે કોઈ નવુ કામ શરૂ કરી શકો છો. અચાનક ધન આગમનના નવા રસ્તા ખુલતા નજર આવશે. ધાર્મિક સ્થળે પર જઈ શકો છો.