ભારત આઠમી વાર એશિયાકપનું ચૅમ્પિયન બન્યું. પણ 2023ના એશિયાકપમાં મોહમ્મદ સિરાજની ઇનિંગ ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે.
કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેમના લાંબા સમય સુધી વખાણ કરાશે. રોહિતે કહ્યું કે ભારતીય ફાસ્ટ બૉલર લાંબા સમયથી ઘણી મહેનત કરી રહ્યા હતા.
ફાઇનલ મૅચમાં જ્યારે શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો તો વાદળછાયા વાતાવરણની સ્થિતિને લઈને ક્રિકેટના અનેક જાણકારોને આશ્ચર્ય દર્શાવ્યું.
ટૉસ બાદ વરસાદ આવી ગયો જેને લઈને મૅચ અંદાજે 40 મિનિટ મોડી શરૂ થઈ.
વરસાદ વધારે તો ન થયો પણ ભારતીય બૉલર્સે પોતાની કુશળતા બતાવવાનો યોગ્ય માહોલ મળી ચૂક્યો હતો.
બૉલિંગની આગેવાની જસપ્રીત બુમરાહે લીધી. તેમના બૉલ ટપ્પી પડ્યા બાદ બન્ને બાજુ સ્વિંગ થઈ રહ્યા હતા.